જીત જાયેંગે હમઃ સાબરકાંઠા બેઠક જીતવા ભાજપ દ્વારા બેઠકોનો દોર આરંભાયો…
જીત જાયેંગે હમઃ સાબરકાંઠા બેઠક જીતવા ભાજપ દ્વારા બેઠકોનો દોર આરંભાયો...

આજે હિંમતનગર ખાતે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત.જાતિ મોરચાની કારોબારી બેઠક પ્રદેશ મોરચાના સક્રિય અને ખૂબ જ ચીવટતાથી કામ કરતા કોષાધ્યક્ષશ્રી ઉમંગભાઈ સરવૈયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
જિલ્લા મોરચાના સક્રિય પ્રમુખ રાજેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન કરી આગામી કાયઁક્રમોના આયોજનની માહિતી આપી હતી તો અનુ.જાતિ વિસ્તારના સંપર્ક અભિયાનના જિલ્લા સંયોજક ભગવાનદાસ પરમારે પણ ચૂંટણીલક્ષી માગઁદશઁન આપ્યું હતું.

આ બેઠકમાં મોરચાના જિલ્લા મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, રમેશભાઈ વણકર, વષાઁબેન શાહ, જે.વી શ્રીમાળી, પાથઁભાઈ પરમાર, અમૃતભાઈ ભાંભી, અરવિંદભાઈ પરમાર, કે.ડી.પરમાર, પોશીના તાલુકા પંચાયત. ઉપ પ્રમુખ કમલભાઈ મકવાણા, હષાઁબેન વણકર, મહેશભાઈ મકવાણા, મોતીલાલ વણકર, હસમુખભાઇ તીરગર, મુકેશભાઈ પંડ્યા , વસંતભાઈ, રોહિતભાઈ , રાજનભાઈ મૌયઁ, કૈલાશબેન,લીલાબેન પાટીલ, હેતલબેન, શશીકાંતભાઈ, શંકરભાઈ વણકર, નવનીતભાઈ, પ્રદીપભાઈ, પ્રવીણભાઈ અમીન તથા કાયઁકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આગામી લોકસભા ચૂંટણીમાં ભારે મતદાન ભાજપ તરફી થાય એવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવનિયુક્ત હોદ્દેદારોનુ તથા વિવિધ પ્રકલ્પોના સંયોજકોનુ સન્માન કરવામાં આવ્યું હતું..




