વનરક્ષક વર્ગ -૩ ને ૨૮૦૦ ગ્રેડ – પે તેમજ વનપાલને ૪૨૦૦ ગ્રેડ – પે / રજા પગાર આપવા બાબત તેમજ ડિપાર્ટમેન્ટમાં વનરક્ષકોના વિવિધ પ્રશ્નોની અવાર – નવાર રજુઆતો કરવા છતાં સંતોષ કારક ન્યાય નહી મળતા તા .૨૯ / ૦૮ / ૨૦૨૨ ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવા બાબતે ઉચ્ચ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
જેમાં જણાવાયુ છે કે, મે.સાહેબશ્રી , કુશળ હશો …. વિનય સલામ સાથે જણાવવાનું કે અમો ગુજરાત રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક / વનપાલશ્રીઓની નોકરી વિષયક પ્રશ્નો બાબતે રજુઆતો અમોના ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે ( ૨ ) વર્ષમાં અવાર – નવાર આપ મે સાહેબશ્રીને આપવામાં આવેલ જેમાં મુખ્ય મુદ્દા વનરક્ષક વર્ગ ૩ ને ૨૮૦૦ ગ્રેડ – પે આપવો તેમજ વનપાલને ૪૨૦૦ ગ્રેડ – પે આપવા બાબત તેમજ રજાના દિવસે બજાવેલ ફરજના ભાગ રૂપે રજા પગાર આપવો તેમજ વનરક્ષકની ભરતી અને બઢતીનો રેસ્યો ૧ : ૩ કરી આપવા બાબતે તેમજ અન્ય રજુઆતો કરવામાં આવેલ છે .
મે.સાહેબશ્રી અમોની અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવેલ નથી કે અમોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિભાગ દ્વારા કમિટીની રચના પણ કરવામાં આવેલ નથી . તાજેતરમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવા બાબતની સરકારશ્રીની જાહેરાત થતા અમારા વન વિભાગના કર્મચારીઓમાં પણ પોતાના પ્રશ્નો અને માંગણીઓ બાબને કોઈ નિરાકરણ નહી આવતા ભારોભાર રોષ ઊભો થયેલ છે . તેમજ રાજ્યના દરેક જીલ્લાના વન કર્મચારીમાં પોતાના હક્ક માટે ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્ક્સ મુદ્દતની હડતાલ ઉપર જવા માટે તૈયાર છે. .




