sabarkathaराष्ट्रीय

પશુપાલકો આનંદો, સાબર ડેરીમાં હવે જુના નિયમો પ્રમાણે જ ઇલેકશન થશે..કરો તૈયારીઓ…

પશુપાલકો આનંદો, સાબર ડેરીમાં હવે જુના નિયમો પ્રમાણે જ ઇલેકશન થશે..કરો તૈયારીઓ...

સાબર ડેરીની તનાશાહી સામે છેલ્લા છ મહિનાથી જે સાબર ડેરી દ્વારા પશુપાલન ધરાવતા ખેડૂતો માટે જે કાળો કાયદો પ્રસાર કર્યો હતો જેના વિરોધમાં  બાયડના માન.ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, તલોદ પ્રાંતિજના ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર, સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહજી એમ. ચૌહાણ, બક્ષીપંચ મોરચા યુવા પ્રમુખ  વનરાજસિંહજી રાઠોડ, સામાજિક આગેવાન રણજીતસિંહ સોલંકી, કલ્પેશસિંહજી પરમાર, મનહરસિંહ બી ઝાલા તથા અન્ય આગેવાન ઓની મહેનત રંગ લાવી છે. પશુપાલકો આનંદની વાત છે. ડેરીના જે જુના નિયમો રેગ્યુલર હતા તેને નેવી મૂકીને નવા નિયમો લાવ્યા હતા.

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રારની હાજરીમાં સાબર ડેરી અને પક્ષકારો સામે સમાધાન કરવામાં આવ્યું છે.  જેમાં જુના નિયમો પ્રમાણે ઇલેકશન થશે અને તમામ નવા નિયમો રદ કરવામાં આવ્યા છે. આપણી પ્રથમ જીત થઇ છે. તમામ પશુપાલકો, તમામ આગેવાનશ્રી, તમામ યુવાનશ્રીનો સાથ-સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર…..

Related Articles

Back to top button