राष्ट्रीय

અમિત શાહની સિંહત્રાડઃ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની હવે ખેર નથી…ખબરદાર….

અમિત શાહની સિંહત્રાડઃ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની હવે ખેર નથી...ખબરદાર....

દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હવે સરકાર છોડશે નહીં ,તેમની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે આ માહિતી ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી ,તેમણે આ કાર્યવાહી

આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર કરી હતી.

ગૃહમંત્રીએ આ કાર્યવાહી માં તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યા હતા.

અમિત શાહે તેમના સોસીયલ મીડિયા પરની એક પોસ્ટમાં આ વાતની જાણકારી આપી હતી. તેમાં  તેમણે જણાવ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને જમ્મુ -કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.

સરકારનો સંદેશ સપષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કાર્ય કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

Related Articles

Back to top button