ગુજરાત રાજ્ય જુદા જુદા વિસ્તારના આઇટીઆઇના સુપરવાઇઝર દ્વારા પોતાની માગણીઓ નહીં સંતોષતા તાલીમ યોજના વર્ગ ત્રણના કર્મચારી મંડળ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આજે ગુજરાતના અલગ અલગ આઈ.ટી.આઈના 5000 સુપરવાઇઝર દ્વારા 4200ના ગેડપે બાબતે ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે ગુજરાતના જુદી જુદી આઈ.ટી.આઈ ના સુપરવાઇઝર ઇસ્પેક્ટર દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 4200ના ગેડપ્રે અને સળંગ નોકરી ગણવામાં માંગની રજૂઆત આ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માગણીએ સ્વીકારવામાં આવી નથી તેથી આજે સૌ સુપરવાઇઝરો ભેગા મળીને ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી 5000 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહીને સરકાર સામે બાયો ચઢાવીને પોતાની રજૂઆત કરતા જોવા મળે છે અને જો સરકાર અમારી રજૂઆત નહીં સાંભળે તો અમે આ આંદોલન ચાલુ રાખીશું તેવી માહિતી આપતા નજરે પડી રહ્યા છે




