પાંચ બાઇક સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ….
પાંચ બાઇક સાથે ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ....
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા નાઓએ મોટરસાયકલ ચોરીના અનડીટેક્ટ ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે ઇન્ચાર્જ હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહ્યાં છે.
તા.૨૫/૦૧/૨૦૨૪ ના રોજ અમારી સુચનાથી પો.સબ.ઈન્સ. વી.એ.પરમાર પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ વાહન ચેકીંગમાં હતા.
દરમ્યાન આ.પો.કો. હરપાલસિંહ જશંવતસિંહ બ.ન.૧૪૭ તથા અ.પો.કો ધરમવીરસિંહ દીલીપસિંહ બ.નં.૧૦૦ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરીનુ નંબર વગરનુ સ્પ્લેન્ડર મો.સા. લઇને આવે છે જે હકીકત આધારે એક ઇસમ નંબર વગરનુ સ્પ્લેન્ડર મો.સા. લઈને આવતાં તેને ઉભો રાખી તેનુ નામ ઠામ પુછતા હર્ષદકુમાર સ/ઓ માનસંગભાઈ સોનાજી મકવાણા (ઠાકોર) ઉવ.૩૫ રહે,હુડકો વિસ્તાર,નારદીપુર તા.કલોલ જી.ગાંધીનગર નો હોવાનુ જણાવતા તેની પાસેનુ નંબર વગરનુ સ્પ્લેન્ડર મો.સા. ના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે તપાસ કરી ઈ ગુજકોપ પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતાં સદર મોટર સાયકલ નંબર-GJ.31.J.3142નો જણાઈ આવતા જે મો.સા. ચાંદખેડા પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૮૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.૩૭૯ મુજબના ગુન્હામા ચોરાયેલ તેમજ સદર પકડાયેલ ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં અન્ય ગુન્હાઓ પણ ડીટેક્ટ થયેલ છે. ગાંધીનગર તથા અમદાવાદ શહેરમાં દાખલ થયેલ પાંચ ટુવ્હીલર ચોરીના ગુન્હાના આરોપીને કુલ કિ.રૂ.૧,૩૫,૦૦૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાહન ચોરીના અનડીટેકટ ગુન્હા હિંમતનગર બી ડીવીઝન પોલીસ ડીટેક્ટ કર્યા છે.
> કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓમાં,
(૧) એસ.જે.પંડયા પોલીસ ઇન્સપેક્ટર
(૨) વી.એ.પરમાર પોલીસ સબ ઇન્સપેક્ટર
(૩) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ
(૪)આ.પો.કો. હરપાલસિંહ જશંવતસિંહ
(૫)અ.પો.કો ધરમવીરસિંહ દીલીપસિંહ
(૬)અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ અને (૭)આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહનો સમાવેશ થાય છે.




