गुजरातराष्ट्रीय

અમિત શાહે વાત વાતમાં લોકોને કહી દીધુ-કેજરીવાલ જેવા વચનિયા નેતાથી ચેતતા રહેજો…!

અમિત શાહે વાત વાતમાં લોકોને કહી દીધુ-કેજરીવાલ જેવા વચનિયા નેતાથી ચેતતા રહેજો...!

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે અમિત શાહે તેમના મતક્ષેત્રમાં બનાવાયેલી ચાર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યુ છે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડિયા અને થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. આ સ્માર્ટ શાળાના કારણે 3200થી વધુ બાળકોને ફાયદો મળશે. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આ સ્માર્ટ શાળાઓને કારણે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે.

અમિત શાહને જણાવ્યુ કે, ગુજરાતમાં ચૂંટણી નજીક આવી છે. બે પ્રકારના માણસો હોય કચ્છમાં ભૂકંપના સમયે લોકોની વચ્ચે જઇને પરસેવો વહાવી તેમની સેવા કરી છે. અને બીજા એવા હોય કે, પાંચ મહિના પહેલા નવા લેંઘો ઝભ્ભો સિવડાવી લોકોની વચ્ચે આવી વચનોની લ્હાણી કરવાવાળા લોકો છે. ગુજરાતની જનતા આ કાર્યશૈલીને બરાબર ઓળખે છે. તેમનો ઇશારો આપના કેજરીવાલ તરફ હતો જેઓ વારવાર ગુજરાત આવીને લોકો ગેરંટીની નામે લોભાણા વચનો આપી રહ્યાં છે.

ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી માર્ચ, 2022ના રોજ 11મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક 55 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 11મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને 11 મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

Related Articles

Back to top button