sabarkathaराष्ट्रीय

ABVP:સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી માટે હસ્તાક્ષર અભિયાન..

ABVP:સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી માટે હસ્તાક્ષર અભિયાન..

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી મળે તે માંગ ને લઈને હસ્તાક્ષર અભિયાન કરવા માં આવ્યું છે.

એક પ્રેસનોટમાં એબીવીપીના સાબરકાંઠા એકમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિદ્યાર્થી માટે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે . સાબરકાંઠા અને અરવલ્લી ના ૧ લાખ ૧૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ ને વારંવાર પડતી મુશ્કિલીઓને વાચા આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી માટે અલગ રાજ્ય કક્ષા ની યુનિવર્સિટીની માંગણી છેલ્લા કેટલા વર્ષોથી કરી રહી છે . 

આ આવેદનપત્ર થકી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરેલ છે . હવેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ વિષયને લઈને તબક્કા વાર આંદોલન ચાલુ કર્યું છે જે અંતર્ગત આજે પ્રથમ દિવસે સાબરકાંઠા અને અરવલ્લીની તમામ કોલેજ કેમ્પસની અંદર હસ્તાક્ષર અભિયાન કરવામાં આવ્યું છે. . સાબરકાંઠાના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયાં છે.. આગામી સમયમાં વિવિધ તબક્કા વાર કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ની સહભાગીતા રહેશે

Related Articles

Back to top button