મુન્દ્રા પોલીસ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ ભાઈ કિશોરભાઈ પીંગોલની રાત્રે અટકાયત કરેલ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડુ છું એમ જણાવીને નરેશ મહેશ્વરીએ જનતા રેડની ચીમકી આપી છે.
તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકાર સામે લડનાર લોકો ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એને ચલાવી નહી લેવાય, મુન્દ્રા પોલીસ હદ વિસ્તારમાં પોલીસની મીઠી નજર હેઠળ જ્યાં જ્યાં દારૂના હાટડાઓ ખુલ્લેઆમ ચાલુ છે ત્યાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મિડીયાના મિત્રો દ્વારા જનતા રેડ કરવામાં આવશે તૈયાર રહે મુન્દ્રા પોલીસ, એમ નરેશ મહેશ્વરી ઉપાધ્યક્ષ-રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત પ્રદેશ. તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્રારા ટૂંક સમયમાં દારૂ ઠેકા પર જનતા રેડ કરવાની ચીમકી આપી છે..




