અરવલ્લીમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે એક મહિલાની લાશ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.
વિગતે જોઇએ તો, મેઘરજના ખાનપુર કંટાળું ગામે એક મહિલાની લાશ મળી આવી હતી.કંટાળું ખાનપુર પાસે એક અવાવરું જગ્યાએથી ઝાડી ઝાંખરામાં લાશ મળી આવી હતી. ઝાડની ડાળે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી હતી અને પોલીસને જાણ કરાઇ હતી.
તપાસમાં મૃતક મહિલા મરિયમબેન વિશ્રામભાઈ ગામ ખાનપુર કંટાળું ઉંમર 50 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. ઇસરી પોલિસ ઘટના સ્થળે પહોંચીને લાશને ઇસરી આરોગ્ય સીવીલમાં પી એમ અર્થએ લાવવામાં આવી હતી.મહિલાના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસ કરી રહી છે.




