राष्ट्रीयઅરવલ્લી

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર મોડાસા શાળા માં કૃષ્ણ જન્મોત્સવ ની શાળા પરિવાર એ ઉજવણી કરી

પ્રતિનિધિ:કનુ (કરણ) વાળંદ અરવલ્લી- મોડાસા….

કલરવ શાળા માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ ઉજવણી માં બાળકો એ કૃષ્ણ થીમ પર વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કર્યા હતા.શિક્ષિકા બહેનો અને બાળકો એ કૃષ્ણ જીવન વિશે ના વક્તવ્ય આપ્યા. સુંદર રંગોળી ની રચના કરી.શિક્ષિકા બહેનો એ કૃષ્ણ ભજન ગાઈ આનંદ સાથે શાળા માં રંગબેરંગી ફૂલોનો હિંડોળો બનાવી ને ભગવાન કૃષ્ણ ને બિરાજમાન કર્યા હતા. એમાં શાળા નાં બધાં બાળકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.આ પર્વ માં મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ ર. શાહ , ઉપપ્રમુખ પંકજભાઈ  બુટાલા , મંત્રી  પિયુષભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકો અને શાળા પરિવાર નો ઉત્સાહ વધાર્યો હતો. અને આ પ્રસંગે નાના બાળકો ને હિતકારી ઉપદેશ આપ્યો હતો.બાળકોને  , તમામ શિક્ષિકા બહેનોને , શાળાના આચાર્ય ધર્મેશભાઈ સુથાર ને આ પ્રસંગે ખૂબ અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Back to top button