અરવલ્લીમા માલપુર બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે મોરબી હોનારતમાં માર્યા ગયેલાઓની યાદમાં મૃતાત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
બાયડ માલપુરના હજારો સ્નેહીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા કાર્યક્રમ અગાઉ મોરબી મચ્છુ હોનારતના મૃતાત્માઓ માટે મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને તાલુકાઓના તમામ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આવા સંમેલનો પર સૌની નજર નજર રહે તે સ્વાભાવિક છે. અને તે દ્વારા મતદારોનો સંપર્ક કરવાનો પણ એક પ્રયાસ કહી શકાય




