sabarkathaराष्ट्रीय

ઈડર ભાજપ અનુસૂચિત.જાતિ મોરચા દ્વારા “મન કી બાત”નો કાર્યક્રમ યોજાયો

ઈડર ભાજપ અનુસૂચિત.જાતિ મોરચા દ્વારા "મન કી બાત"નો કાર્યક્રમ યોજાયો

આપણાં દેશના વડાપ્રધાન મોદીજી દર મહિનાના છેલ્લાં રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરે છે. તેમને દેશમાં બની રહેલી ઘટનાઓ અંગે માહિતગાર કરે છે અને દેશમાં જેમણે પ્રેરણાદાયક કામ કર્યું હોય તેનો ઉલ્લેખ કરીને અભિનંદન આપે છે. જિલ્લામાં આ કાર્યક્રમને ભાજપ દ્વારા જોવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ ઇડરમાં યોજાયો હતો.

સાબરકાંઠાના ઈડર શહેર ભાજપ અનુસૂચિત.જાતિ મોરચા દ્વારા વોડઁ ન. 4માં ” મન કી બાત”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. જેમાં મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમાર, શહેર મોરચા પ્રમુખ વિજયભાઇ પરમાર, મનહરભાઈ પરમાર, રમણભાઈ પરમાર, મોહનભાઈ પરમાર હાજર રહ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મન કી બાતમાં દર્શાીવેલ બાબતોને ધ્યાનથી સાંભળીને તેમાંથી પ્રેરણા લીધી હતી.

Related Articles

Back to top button