राष्ट्रीयકચ્છ

કચ્છ-ભચાઉમાં ધારાસભ્ય માલતી મહેશ્વરીનો લોકોએ કર્યો ઘેરાવ…તંત્ર દોડતું થયું

પ્રતિનિધિ:જયેશ ધેયડા

કચ્છમાં પણ ગુલાબી ઠંડીની સાથે રાજકીય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉમેદવારોની પસંદગીની સાથે ક્યાંક સહમતી તો ક્યાંક વિરોધ થઇ રહ્યો છે. અને ચૂંટણી છે એટલે સ્થાનિક ધારાસભ્ય પર દબાણ લાવવાના પ્રયાસો થઇ રહ્યાં હોય તેમપૂર્વ કચ્છ ભચાઉમાં ધારાસભ્ય માલતી મહેશ્વરીનો લોકોએ ઘેરાવો કર્યો હોવાની ઘટનાએ ચર્ચા જગાડી છે.

વિગતે જોઇએ તો, ભચાઉ શહેરમાં હિંમતપૂરા વિસ્તારમાં એક સામાજિક કાર્યક્રમમાં તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.રેલવેની જમીનની આસપાસ રેલ્વે દ્વારા લોકોને મકાન હટાવાની નોટિસ આપવામાં આવી છે અને હવે એ જ રેલવેની જમીન પર ખાત મુહુર્ત કરવા આવતા લોકોએ તેમનો ઘેરાવો કર્યો હતો..

ધારાસભ્યના ઘેરાવના પગલે પોલીસ અને રેલ્વે તંત્ર ઘટના સ્થળે દોડતું થયું હતું અને  સ્થિતકિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Related Articles

Back to top button