गुजरातराष्ट्रीय

જાણો, ટિકિટના દાવેદારો અંગે સીઆર પાટિલે એમ કહ્યું કે…..

જાણો, ટિકિટના દાવેદારો અંગે સીઆર પાટિલે એમ કહ્યું કે.....

પાટણ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે પાટણમાં ઠાકોર સમાજના આરાધ્ય સંત સદારામ બાપાની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાટીલ ભાજપની ટિકિટના દાવેદારો અંગે બોલ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ટિકિટ માંગવાથી જૂથમાં છે તેવું ન માની લેવાય. મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટની માગી છે. એ દાવેદારો લડવા અને જીતવા માટે સક્ષમ પણ છે.

ભાજપ દ્વારા ગુજરાતની બેઠકો પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો સામે આવ્યા હતા. આ મામલે આજે પાટીલે જણાવ્યું હતું કે, સ્વાભાવિક રીતે જીતવાની તકો વધુ ત્યાં દાવેદારો વધુ હોય. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું હતું. 9 હજાર બેઠક માટે 2 લાખ કાર્યકરોએ ટિકિટ માગી, ભાજેપ 9 હજાર પૈકી 8 હજાર બેઠક પર જીત મેળવી. બેઠકો બદલવાની વાત અંગે પાટીલે કહ્યુ કે, હાલ તો દાવેદારોએ ટિકિટ માગી છે. બેઠક બદલવાની વાત PM, અમિત શાહ નક્કી કરશે. પીએમ, અમિત શાહના નિર્ણય બાદ કન્ફર્મ થશે.

Related Articles

Back to top button