गुजरातराष्ट्रीय

મોદીજીની સાફ વાતઃ 100 વર્ષની સમસ્યા 100 દિવસમાં દૂર ન થાય, 75 હજારને આપી નોકરી..

મોદીજીની સાફ વાતઃ 100 વર્ષની સમસ્યા 100 દિવસમાં દૂર ન થાય, 75 હજારને આપી નોકરી..

આજે ધનતેરસના તહેવારના દિવસે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દિવાળી ગિફ્ટ આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​એટલે કે શનિવારે ધનતેરસ પર 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરી હતી.

આ રોજગાર મેળાની શરૂઆત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75,000 નવા ભરતી થયેલા યુવાનોને ઑફર લેટર એટલે કે નિમણૂક પત્ર સોંપ્યા. પીએમ મોદીએ રોજગાર મેળાને સંબોધતા ઓફર લેટર મેળવનાર નવા ભરતી થયેલા યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, સરકારી નોકરી એ સેવા નથી, પરંતુ દેશની સેવા કરવાની અને દેશ માટે કામ કરવાની તક છે.

આજે રોજગાર મેળાની શરૂઆત કરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રોજગારની ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. આજે વાહનોથી માંડીને મેટ્રો કોચ, ટ્રેનના કોચ, સંરક્ષણ સાધનો સહિત અનેક ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. આ ફક્ત એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે ભારતમાં ફેક્ટરીઓ વધી રહી છે અને કામદારોની સંખ્યા પણ વધી રહી છે.

PM મોદીએ કહ્યું હતું કે ભારત દુનિયાની પંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. છેલ્લા 8 વર્ષોમાં આપણે 10માથી સીધા 5માં ક્રમે આવી ગયા છીએ. એ સાચું છે કે મોટી મોટી અર્થવ્યવસ્થાઓ પણ અત્યારે ફુગાવા સામે સંઘર્ષ કરી રહી છે. બેરોજગારી એ છેલ્લા 100 વર્ષોની એક મોટી સમસ્યા છે. અને તે માત્ર 100 દિવસમાં દૂર કરી શકાય એમ નથી.

Related Articles

Back to top button