गुजरातराष्ट्रीय

હમણાં બાલાજીની વેફર ન મળે તો બુમો ના પાડશો, 11 ટ્રક માલ બળીને થઇ ગયો છે ખાક..

હમણાં બાલાજીની વેફર ન મળે તો બુમો ના પાડશો, 11 ટ્રક માલ બળીને થઇ ગયો છે ખાક..

સુરત: શહેરના બારડોલી ધુલીયા ચોકડી નજીક ભીષણ આગ લાગી હતી. બુધવારે મોડી રાતે બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટેમ્પા આગમાં બળીને ખાખ થયા છે. આ સાથે ગોડાઉન અને ટેમ્પામાં વિવિધ નમકીન અને વેફર્સ ભરેલાં હતા જે પણ બળીને ખાખ થઇ ગયા છે. જોકે, સદનસીબે આ આગને કારણે અત્યાર સુધીમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આગની જાણ થતા બારડોલી પોલીસ સહિત ફાયરની ટીમો તાત્કાલિત પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.

ગોડાઉનમાં રાખેલો સામાન બળી ખાખ થતા લાખોનું નુકસાન થયુ હોવાનું અનુમાન સેવાઈ રહ્યુ છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે થયાનું હાલ સામે આવી રહ્યુ છે.

ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ સહિત 3 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ બનેલી આગને કલાકોની મહામહેનતે કાબૂમાં લેવામાં આવી છે.

બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગના સમાચાર વાયુવેગે પ્રસરતાં આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. થોડી જ વારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Related Articles

Back to top button