અરવલ્લીના મેઘરજ તાલુકાના વાસણામાં આવેલ જલારામ મંદીર ખાતે પી.એમ.જે.એ.વાય.મા કાર્ડનુ વચ્યૂઁઅલ સંવાદ ધ્વારા વિતરણ કાર્યક્રમ મેઘરજ તાલુકા ભાજપ પ્રમુખ ભાવનાબેન ધમલાતના હસ્તે યોજાયો હતો.
જેમાં મેઘરજ તાલુકાના ૧૨૯ ગામનાં કુલ ૩૨૯૦ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યુ હતુ કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત, અરવલ્લી જીલ્લા સંગઠન મહામંત્રી ભીખાજી ડામોર, પ્રાંત અધિકારી મોડાસા અમિતભાઈ પરમાર સહીત મોટી સંખ્યામાં આશા વર્કરો આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.




