गुजरातराष्ट्रीय

આ અમૂલવાળાઓએ શું ધાર્યું છે…? ફરીથી દૂધના ભાવમાં વધારો…!

આ અમૂલવાળાઓએ શું ધાર્યું છે...? ફરીથી દૂધના ભાવમાં વધારો...!

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં જ  દેશની સૌથી મોટી ડેરી અમૂલ દ્વારા પોતાના ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો કર્યો છે. આજે સવારે અચાનક જ દૂધના વધેલા ભાવ સાથેના પેકેટ જોઈને દિલ્હીવાસીઓ ચોંકી ગયા હતા. જોકે આ મામલે અમૂલે હજુ સુધી કોઈ નિવદેન જાહેર કર્યું નથી કે શા માટે ડેરીએ ભાવ વધારો કર્યો છે. અમૂલના આ ભાવ વધારા બાદ હવે મધર ડેરી સહિતની જુદી જુદી ડેરીઓ પણ ભાવમાં વધારો કરી શકે છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે આવેલા મોંઘવારીના આકંડાઓનો ડેટા જોતા સ્પષ્ટ થાય છે કે ગાય ભેંસ માટેના ચારાનો ભાવ રેકોર્ડ ઉંચાઈએ છે. જેના કારણે પશુપાલકોને વધુ ખર્ચ કરવો પડે છે, અને તેમની કમાણીનો ખૂબ મોટો ભાગ પશુઓની દેખભાળ પાછળ ખર્ચાતો હોય છે ત્યારે વધતી મોંઘવારી વચ્ચે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે જેનુ પરિણામ દૂધની વેચાણ કિંમત પર જોવા મળે છે.

Related Articles

Back to top button