sabarkathaराष्ट्रीय
ઈડર- ભિલોડા હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત..
ઈડર- ભિલોડા હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત..
સાબરકાંઠામાં ઈડર- ભિલોડા હાઈવે રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક જણનું મોત નિપજ્યું હતું….
ઘટનાની વિગતો અનુસાર, બુલેટ બાઇક અને રિક્ષા વરચે સર્જાયેલા આ ગંભીર અકસ્માતમા બુલેટચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું….
ઇડર તાલુકાના બડોલીથી પસાર થતા ઇડર- ભિલોડા હાઇવે રોડ ઉપરના લાડા બાવજી નજીક આ અકસ્માત થયો હતો..ઓટો રીક્ષા અને બુલેટ નં GJ 09 AS 6180 વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બુલેટ ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
મૃતક યુવાનને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઈડર પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની વધું તપાસ હાથ ધરી હતી.




