
આપણે સૌએ ડોક્ટર ડે.., એન્જિનિયર ડે…વુમેન્સ ડે વગેરેની ઉજવણી વિષે જાણીએ છીએ અને લખીએ છીએ પરંતુ ક્યારેય કોન્ટ્રાક્ટર ડે…એવુ નામ સાંભળવામાં આવ્યું નહીં હોય..! જો કે આ દિવસની ઉજવણીની સૌપ્રથમ પહેલ વન્ડર સિમેન્ટ દ્વારા કરીને કોન્ટ્રાક્ટર ડે ઉજવવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર મિત્રોને માન સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કેમ કે આખરે તો કોન્ટ્રાકટરો જ છે કે જે એક મકાન બનાવવા માટે જોઇતી સિમેન્ટ પસંદ કરે છે. આ સંજોગોમાં વન્ડર સિમેન્ટનો આ પ્રયોગ ખૂબ સારો કહી શકાય.

વિગતે જોઇએ તો, વન્ડર સિમેન્ટ દ્વારા ચાલુ વર્ષે 14 ઓક્ટોબરને “કોન્ટ્રાક્ટર ડે”તરીકે ઉજવવવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ દિવસની ખૂબ ધામધૂમથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરમાં વંડર સિમેન્ટ એજન્સી નાનુકાકા દ્વારા કોન્ટ્રાક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશેષ મહેમાન તરીકે હિંમતનગર કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ પ્રજાપતિ તથા એન્જિનિયર સાહેબ શ્રીરાજુભાઈ સુથાર વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું
આ પ્રસંગે તમામને સંબોધીને હિંમતનગર કોન્ટ્રાક્ટર દરેક મિત્રોએ wonder cement તથા નાનુ કાકાનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.અને નાનુ કાકા દ્વારા કેક દ્વારા તથા ભોજન વ્યવસ્થા સાથે ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ યોજાયો હતો




