અરવલ્લીમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં એક કારમાં આગ લાગતા કાર તેના ચાલક વગર જ દોડતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
વિગતે જોઇએ તો, બાયડ વાત્રક રોડ પર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં નવાઇ પમાડે તેમ આગ લાગતાં કાર ડ્રાઈવર વગર જ દોડવા લાગી હતી. અને એક તો કારમાં કોઇ ડ્રાઇવર નહીં અને બીજુ કે આગ લાગેલી કારને જોતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ અંગેની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.




