અભયમની પ્રશંસનીય કામગીરી-માતાને બાળક પરત અપાવ્યું..!
અભયમની પ્રશંસનીય કામગીરી-માતાને બાળક પરત અપાવ્યું..!
મહિલા હેલ્પ લાઇન 181 ન હોત તો ન જાણે શું થાત એવો સવાલ ટલા માટે લોકોના મનમાં થઇ રહ્યો છે કે એરક કિસ્સામાં પરસ્ત્રી સાથે સંબંધ રાખનાર એક પતિમહાશયે પોતાની પત્નીને હેરાન કરવા દોઢ વર્ષની દિકરીને સંતાડી દીધી હતી. જો 181 અભયમની ટીમ ન હોત કે આવી કોઇ વ્યવસ્થા જ ન હોત તો એ દિકરીનું શું થાત..?
હેલ્પલાઇને જાણ થઇ કે પ્રાંતિજમાં એક પતિ તેની પત્નીને મારઝૂડ કરે છે અને દિકરીને સંતાડી દીધી છે. અને તેની માતાને ઘરમાંથી કાઢી મૂકી છે.
ટીમના સદસ્યો તરત પહોંચ્યા અને પિડિતાને મળીને જાણ્યું કે તેના પતિને ગામમાં કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને મને હેરાન કરે છે. ટીમે તેમને સમજાવ્યાં અને બેનનું પિયર અંકલેશ્વર હોઇ માતા અને દિકરીને સખી વન સ્ટોપ ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. અને આમ ટીમ દ્વારા તેની માતાને દોઢ વર્ષનું બાળક અપાવ્યું છે.




