ગુજરાત સાથે ભાજપનો સંબંધ માત્ર રાજકારણનો નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે-મોદીજી
ગુજરાત સાથે ભાજપનો સંબંધ માત્ર રાજકારણનો નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે-મોદીજી
વડાપ્રધાન મોદીજીએ એક જાહેર સંબોધનમાં રાજ્યની પ્રજાને સંબોધતાં ભવિષ્યવાણી કરી હતી કે, હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ. ગુજરાતની જનતા ભાગ્યશાળી છે. પંચાયતથી લઇ વિધાનસભા સુધીનો 25 વર્ષનો અનુભવ ધરાવતા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. 25 વર્ષના જાહેર જીવનમાં મુખમાંથી ક્યારેય કટુ વાણી નીકળી નથી, વ્યવહાર પર કોઇએ આંગળી ચીંધી નથી. આનાથી વધારે ગુજરાત માટે બીજુ રૂડું શું હોઇ શકે….
ગુજરાત ભાજપ એટલે સેવા, સુરક્ષા અને શાંતિ. ગુજરાત ભાજપ એટલે વ્યાપાર-કારોબાર માટે ઉત્તમ વાતાવરણ. ગુજરાત ભાજપ એટલે કરફ્યૂને દેશવટો. ગુજરાત ભાજપ એટલે સમાજને તોડનારી તાકાત પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ. ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપને સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે. એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે દરેક વાતને ગંભીર લીધી, ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.
આવનારા દશકામાં મારું ગુજરાત ગાજવાનું છે. ગુજરાતની ઓળખ હાઇડ્રો હબ, ફાર્મા હબ અને સેમીકન્ડક્ટર હબ, ઇલેક્ટ્રીક વ્હીલક મેન્યુફેક્ચકરિંગ હબના રૂપમાં નિખરશે. અમૃતકાળ આજના યુવાનો માટે સુવર્ણકાળ છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર તેજ ગતિથી વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ રહી છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, હવે હાઇજમ્પ મારવાનો છે.




