राष्ट्रीयહિમતનગર

આદિવાસી ધારાસભ્ય પરના હુમલાખોરોને પકડવા કોંગ્રેસની માંગણી…

આદિવાસી ધારાસભ્ય પરના હુમલાખોરોને પકડવા કોંગ્રેસની માંગણી...

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. એક તરફ ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે તો બીજી તરફ હુમલાની ઘટનાઓ પણ બની રહી છે.

કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા ઘાતક હુમલો કરવામાં આવ્યો છે… ત્યારે આ હુમલાના વિરોધમાં આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું….

તુષાર ચૌધરીની આગેવાનીમાં કોગ્રેસી કાર્યકરો ક્લેકટર કચેરીએ પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી કે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ હીચકારો હુમલો કરવામાં આવ્યો છે અને  રાજ્ય સરકાર પણ કોંગ્રેસના કાર્યકરોને એનકેન પ્રકારે હેરાન કરી રહી છે, જેમાં સુરતના ચાર કાર્યકરોને પાસા હેઠળ જિલ્લા બહાર મોકલી આપવામાં આવ્યા છે… ત્યારે આ લોકોને ન્યાય નહિ મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવું તેમણે જણાવ્યું હતું.

Related Articles

Back to top button