राष्ट्रीयઅરવલ્લી

મેઘરજમાં રંગેચંગે ઉજવાઇ આસો માસો શરદ પૂનમની રાત…ખેલૈયાઓના અધૂરા ઓરતાં પૂરા થયાં..!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયાઅરવલ્લી……

નવલી નવરાત્રિ ક્યારે આવી અને ક્યારે ગઇ તેની ખેલૈયાઓને જાણ થઇ ના થઇ અને ટાઇમ મશીનની જેમ ફટાફટ આસો માસો શરદ પૂનમની રાત જો..આ ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં…ની જે શરદની પુર્ણિમાનો પ્રવ પણ રંગેચંગે ઉજવાયો હતો.

નવરાત્રી બાદ શરદ પૂનમ આવે ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાના ઓરતા અધૂરા રહ્યા હોય એ  શરદપુનમના દિવસે પૂર્ણ કરે છે. મેઘરજ નગરમાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ પૂનમના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતનામ કલાકારો દ્વારા સંગીતના તાલે ગરબા યોજાયા હતા..

 આ ગરબામાં તમામ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ધૂમ્યા હતા. રાજકીય અગ્રણીઓ, પત્રકારો સહિત યુવક યુવતીઓ અને ભૂલકાઓએ ભરપૂર ગરબાનો લાભ લીધો હતો. ત્યારે માતાજીના ચોકમાં શરદ પૂનમની રાત ગરબાની સાથ જેવો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button