राष्ट्रीयઅરવલ્લી

કોંગી ધારાસભ્ય પર ઘાતકી હુમલો વખોડવાને પાત્ર, દોષિતો ક્યારે સજા કરાશે..?

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા..

સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા વાંસદાના ધારાસભ્ય અનંતપટેલ  પર ખેર ગામે ભાજપના નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના મળતિયાઓ દ્વારા બદ ઈરાદાપૂવઁક હુમલો કરવામાં આવ્યો છે.

જે સમગ્ર  ગુજરાતના આદિવાસી સમાજમાં અને અન્ય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ આ ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી છે અને તાત્કાલિક હુમલાખોરોની ધરપકડ કરી કડકમાં કડક  સજા કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજ ની લાગણી અને માંગણી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.અને સાથો સાથ આગામી દિવસોમાં આ સંદર્ભે કોઈ પગલાંના લેવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉંચારવામાં આવી છે.

Related Articles

Back to top button