राष्ट्रीयઅરવલ્લી

ગુરૂને વંદનઃસન્માનનીય આચાર્ય વાલાભાઇ નાનાભાઈ અસારીનો નિવૃતિ સમારોહ યોજાયો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી…..

મેઘરજની શ્રી છીટાદરા -1 પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સન્માનીય આચાર્ય વાલાભાઇ નાનાભાઈ અસારી વયમર્યાદાને કારણે મંગલમય નિવૃત્ત થતાં તેમની નિવૃતિ વખતે શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

જેમાં શાળાના પરિવાર, તેમજ ઇસરી જૂથ પરિવાર તેમજ એસ.એમ.સી. કમિટી અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે વિદાય સમારંભ શાળા ખાતે યોજાયો હતો. જેમાં આમન્ત્રિત મહાનુભવોમાં બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઈના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે મેઘરજ તાલુકાના અગ્રણીઓ,મહાનુભાવો, શાળા પરિવાર, ગ્રામજનો, સહીત બાળકો તેમજ આમન્ત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા અને આવનાર જીવનમાં શિક્ષક શ્રી જીવન તંદુરસ્ત બની રહે તે માટે ઉપહાર આપી પ્રાર્થના કરી હતી.

Related Articles

Back to top button