राष्ट्रीयઅરવલ્લી

મોડાસામાં ગૌરક્ષકો પર હુમલો, એકનું અપહરણ થયાની ચર્ચાથી દોડધામ મચ્યું

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી…..

અરવલ્લી જિલ્લામાં ગૌરક્ષકો સાથે બનેલી એક ઘટનાને લઇને  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની છાપ ઉપસી રહી છે.

આ અંગેની વિગત જોઇએ તો, મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં ગૌરક્ષકો ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા  હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના પગલે દોડાદોડી મચી ગઇ હતી. અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાના પગલે મોડાસા પોલીસની ટિમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મામલો સંભાળી લીધો હતો. ઘટના એ રીતે બની કે આજે સવારે 10 વાગ્યાના અરસામાં અસામાજિક તત્વોના ટોળું ધસી આવીને ગૌરક્ષકો પર ઘાતક હુમલો કર્યો હતો.

આ હિચકારા હુમલામાં એક ગૌરક્ષકને ઇજા પહોંચી હતી અને એક ગૌરક્ષકનું અપહરણ કરી ઉઠાવી ગયા હોવાની લોક ચર્ચા ચાલી રહી છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. જો કે  મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button