राष्ट्रीयદહેગામ

ગરવી રે ગુજરાતમાં ઠાકોર વટ છે તમારો…તમે રૂડા રૂડા લાગો ઠાકોર વટ છે તમારો..!

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

દહેગામ તાલુકાના પાટનાકુવા ખાતે નવરાત્રી મહોત્સવમાં રોહિતજી ઠાકોરે 500 જેટલા ગરબે ઘૂમતા ખેલૈયાઓને દરેકને 500ની નોટ આપીને પ્રોત્સાહિત કર્યાની અનોખી ઘટના કદાજ ગુજરાતના નવરાત્રિના ઇતિહાસમાં પહેલીવાર બની હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામ ખાતે નવરાત્રી મહોત્સવનું જબરજસ્ત આયોજન થાય છે ત્યારે દહેગામ તાલુકાના છેલ્લા 15 વર્ષથી જન સેવાના કાર્યમાં અગ્રતાક્રમ ધરાવતા અને દાતાશ્રી રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા દ્વારા ગઈકાલે રાત્રે પાઠના કુવા ગામ ખાતે બે જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે તેમાં એક નવરાત્રીમાં ગરબે ઘૂમતા તમામ ખેલૈયાઓની ખેલૈયા દીઠ 500ની નોટ આપીને ઉત્સાહિત કર્યા હતા.

એટલુ જ નહીં તેમણે  5000 જેટલી ખેલૈયાઓને બક્ષીશ આપી હતી અને આ બંને જગ્યાએ યોજાતી નવરાત્રી મહોત્સવમાં રોહિતજી ઠાકોર દ્વારા લાખ રૂપિયા જેટલું દાન કરીને સમગ્ર ગ્રામજનોના અને આગેવાનોના દિલ જીતી  લીધા હતા અને ગામના સરપંચ અને આગેવાનો દ્વારા રોહિતજીને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

તેની સાથે સાથે ભામાશા રોહિતજી ઠાકોરે આરાધના સોસાયટીમાં દિવ્ય શક્તિ સોસાયટી પંચ ફરી જવાહર માર્કેટ જેવી સોસાયટીઓની નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને તેમને પણ ખુલ્લા હાથે દાન કર્યું હતું અને જીંડવા ગામે 25,000 રોકડા આપીને માતાજીની આરતી પણ ઉતારી હતી. ત્યાં પણ તેમને ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આમ દેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની શહેરમાં હાલમાં રોહિતજી ઠાકોર રાત્રિના સમય ખેલૈયાઓને ખુશ કરવા માટે અને આયોજકોની મુલાકાત લઈને માતાજીના પ્રસાદ સ્વરૂપે મોટો ફાળો આપી રહ્યા છે તેથી દેહગામ તાલુકો અને ગ્રામ્ય વિસ્તારની જનતામાં રોહિતજી ઠાકોર પ્રત્યે જબરજસ્ત પ્રેમ વધી જવા પામ્યો છે અને જ્યાં જાય ત્યાં તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવે છે અને કેટલીક મહિલાઓ દ્વારા રોહિતજી ઠાકોર ને જો વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળે તો જંગી બહુમતી જીતી લાવવાની ખાતરી પણ આપતી નજરે પડતી હતી.

Related Articles

Back to top button