राष्ट्रीयઅરવલ્લી

સાર્વજનિક હોસ્પિટલમાં નવા 21 વિભાગોનું લોકાર્પણ

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી…..

મોડાસા અને આસપાસના

તાલુકાની જનતા તેમજ રાજસ્થાનના દર્દીઓ માટેઆશીર્વાદ રૂપ સાર્વજનિક હોસ્પિટલનો શુભારંભ કરાયોહતો. સ્થાનિક અગ્રણીઓ દ્વારા ટ્રસ્ટની રચના કરીમફત સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ હોસ્પિટલમાં વધુ વિભાગો શરૂ કરીએમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર-સર્જરી વગેરે ઓપરેશનો દ્વારા દર્દીઓને નવજીવન બક્ષવાનું શરૂ થયું.ધીરે ધીરે સાર્વજનિક હોસ્પિટલ વિશાળ વટ વૃક્ષ બન્યું. દાતાઓના દાનથી નવા નવા મશીનો, નવી ટેકનોલોજીદ્વારા અદ્યતન સારવાર શરૂ કરવામાં આવી, જેમાં સરકારી મદદ પણ મળવા લાગી. એમ સમય પસાર થતા આજેસાર્વજનિક હોસ્પિટલનો 80મા વર્ષમાં પ્રવેશ થયો હતો

ત્યારે આજે સાર્વજનિક હોસ્પિટલને નવા રૂપ રંગસાથે શણગારવામાં આવી છે અને નવા 21 વિભાગોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ માલપુરના તખતપુરખાતે આવેલી એમડી પટેલ ઇન્સ્ટિટ્યૂટના એમડી અને સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી મહેશ.ડી.પટેલ દ્વારા 19લાખના ખર્ચે ન્યુ એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી.

Related Articles

Back to top button