राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લીમાં પીએમ આવાસ યોજનામાં પોતાનું ઘરનું ઘર મેળવનારા કહે છે- થેંક્સ મોદીજી….!

પ્રતિનિધિ::જયદીપ ભાટીયા ……

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અંબાજી ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું અને મહિલાઓએ ગૃહ પ્રવેશ કર્યો તે પછી  અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં પીએમ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યા હતું. અને  લોકોને મોદીજીના કારણે પોતાનું ઘરનું ઘર મળી શક્યું હતું.

અંબાજી ખાતેથી પીએમ મોદીએ અરવલ્લી જિલ્લામાં પણ વર્ચ્યુઅલી આવાસના લોકાર્પણ કર્યા હતા, જેને લઇને લાભાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાચા મકાનમાં પહેલા રહેતા હવે પાક્કુ મકાન મળતા તેઓ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

જેમાં મેઘરજના ધોરપાણા ખાતે પણ પ્રધાન મંત્રી આવાસ નું લોકાર્પણ કરાતા અરવલ્લી જિલ્લા ડી ડી ઓ, અધિક્ષક કલેકટર તેમજ મેઘરજ તાલુકા વિકાસ અધિકારી,વિસ્તરણ અધિકારી સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Back to top button