
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હરસોલી ખાતે આવેલી ત્રિવેદી વિદ્યાલય ખાતે પોકસો એક્ટ વિષયની માહિતી આપતી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની માહિતી આપવા માટે દહેગામ કોર્ટના પીએલ વી ,આઈ બી પરમાર અને એસ કે મલેક ઉપસ્થિત રહીને આપ ત્રિવેદી વિદ્યાલય ખાતે 9:00 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પોકસો એક્ટ કલમ વિશેની વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને તેમની સલામતી માટે તેમજ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તેના માટે વિધિવત રીતે જાણકારી આપી હતી અને આ કાર્યક્રમને અનુસરીને શાળાના આચાર્યશ્રી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને શાળાના આચાર્ય શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળાની કેળવણી અને સારા સંકુલની સારી કામગીરીને ની પણ સરાહના કરી હતી





