राष्ट्रीयદહેગામ

ગબ્બર ગ્રુપ દ્વારા સાંપા ખાતે આબેહુબ પાવાગઢની રચના, દર્શન માટે લાગે છે ભકતોની ભીડ..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ…..

દહેગામ તાલુકાના સાપા ગામે છેલ્લા 14 વર્ષથી  સાંપા ગામે ગબ્બર બનાવવામાં આવે છે અને આ વખતે કોરોના કાળ બાદ  તે આકર્ષણનું અનેરૂ ભક્તિભાવનું  કેન્દ્ર બન્યું છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા ગામમાં નવરાત્રીમાં છેલ્લા 14 વર્ષથી માતાજીનો ગબ્બર જોરદાર બનાવવામાં આવે છે તેની પાછળ આયોજકો દ્વારા સારી મહેનત કરવામાં આવી છે ને આકર્ષનો કેન્દ્ર બન્યો છે

ગબ્બર ગૃપ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી નવરાત્રિ ઉત્સવ દરમિયાન વિશાળ નયનરમ્ય ગબ્બર બનાવવામાં આવે છે.લગભગ 50 ટ્રેક્ટરથી પણ વધુ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગૃપના સભ્યો એક માસથી પણ વધુ સમય અથાગ મહેનત કરે છે.

શક્તિપીઠ પાવાગઢની આબેહૂબ પ્રતિકૃતિ સમાન આ ગબ્બરના દર્શનાર્થે નવરાત્રિ દરમિયાન આજુબાજુના તાલુકા-જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માઈ ભક્તો દર્શનનો લહાવો લે છે.ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ઘૂમ્યા વિના રહી શકતા નથી અને નવરાત્રિમાં આ ગબ્બર ને જોવા માટે દૂર દૂરના ગામોથી લોકો મોટી સંખ્યામાં આવતા જોવા મળ્યા છે

#ગબ્બરના મુખ્ય આકર્ષણ પર એક નજર…

(1) ગરબે ઘુમતી ઢીંગલી

(2) માંચી બજાર

(3) ચાંપાનેર કિલ્લો

(4) ગબ્બરમાંથી નીકળતા ઝરણા અને તળાવો

(5) વર્કીગ ઈલેક્ટ્રીક ટ્રેન

(6) અદભૂત ફુવારા

(7) ઉડન ખટોલા

(8) નયનરમ્ય ખેતરો

(9) માતાજીનો રથ

(10) સ્ટ્રીટ લાઈટ અને સુંદર લાઈટીંગ

(11) જંગલ અને જનાવરો

(12) મોબાઈલ ટાવર

(13) ગબ્બર પર સતત ફરકતી ધજા સાથેનું મહાકાલી મંદિર

(14) હસ્તકલાના ઉત્તમ નમૂનાઓ,હૉટલ,ચકડોળ,મહેલ વગેરે…

(15)પૌરાણિક તેમજ આધુનિક મકાનોનો અદભૂત નજારો..

અને આ સિવાય જોવાલાયક ઘણુબધુ છે.તો જોવાનું ચૂકશો નહિ.

ગબ્બર દર્શન-તા.26/09/2022 થી તા.05/10/2022 (દશેરા સુધી) જ થઇ શકશે, એમ અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે.

Related Articles

Back to top button