sabarkathaराष्ट्रीय

હાઇવેને ટોલ ટેક્સમાં જ રસ, રાયગઢના ગ્રામજનો-વેપારીઓને પડતી તકલીફોમાં કોઇ જ રસ નથી..!

હાઇવેને ટોલ ટેક્સમાં જ રસ, રાયગઢના ગ્રામજનો-વેપારીઓને પડતી તકલીફોમાં કોઇ જ રસ નથી..!

નેશનલ હાઇવેને માત્ર ટોલ ટેક્સમાં જ રસ હોય તેમ સ્થાનિક ગ્રામલોકોની તકલીફોની તેમને સહેજ પણ ચિંતા ન હોય એમ લોકોને લાગી રહ્યું છે. હાઇવે મંત્રાલય અમેરિકા જેવા ચકાચક રસ્તા બનાવવાના દાવા કરે છે પણ સાબરકાંઠામાં આવો ખબર પડે કે ચકાચક રસ્તા કેવા હોય છે અને હાઇવ પર ઉડતી ધૂળને કારણે કેવુ નુકશાન થઇ રહ્યું છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠામાં હિંમતનગર- શામળાજી નેશનલ હાઈવે પર રાયગઢ ગ્રામજનો દ્વારા રોડ બ્લોક કરાયો હતો અને તેનું કારણ એ છે કે રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ફરીથી હાઇવે  બ્લોક કરાયો હતો….

રાયગઢના ગ્રામજનોએ નેશનલ હાઈવે પર પથ્થરો મુકીને રસ્તો બ્લોક કર્યો હતો.કેમ કે નેશનલ હાઈવેની મંદ ગતિની કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.,…

ઉપરાંત વાહનોના સતત અવરજવરના પગલે માટી અને ધૂળ ઉડતા ગામ દ્વારા નેશનલ હાઇવે બ્લોક કરીને વિરોધ દર્શાવ્યો હતો. સતત ધૂળથી વેપારીઓને માલસામાનને નુકશાન થઈ રહ્યુ છે.આખરે સ્થાનિકો અને વેપારીએ નેશનલ હાઈવે બ્લોક કરતા વાહન ચાલકો અટવાયા હતા અને હાઇવે સત્તાવાળાઓ પર બળાપો કાઢતા હતા….

Related Articles

Back to top button