sabarkathaराष्ट्रीय
મહિલા તલાટી બાદ હવે વધુ એક તલાટી લાંચ લેતા ઝડપાયો…! યે ક્યા હો રહા હૈ..?
મહિલા તલાટી બાદ હવે વધુ એક તલાટી લાંચ લેતા ઝડપાયો...! યે ક્યા હો રહા હૈ..?
લાંચ લેવાની મોસમ ચાલી રહી હોય તેમ હાલમાં એક યુવા મહિલા તલાટી 1 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વધુ એક તલાટી રંગે હાથે ઝડપાયો છે. મહિલા તલાટીએ તો એવો વટ પાડ્યો હતો કે તલાટીની નોકરી તો શોખથી કરૂ છુ, બાકી હું તો 10 હજારના તે જૂતા પહેરૂ છું. આ મહિલા તલાટીની સાથે તેનો ગુરૂ પણ ઝડપાયો હતો. જો સાબરકાંઠામાં જે તલાટી લાંચ લેતા ઝડપાયા તેની આવી કોઇ વાત બહાર આવી નથી.
https://youtu.be/Qkle16yq5v8
વિગતે જોઇએ તો જિલ્લાના ખેડબ્રહ્માના કરૂન્ડા ગામનો તલાટી અને પૂર્વ સરપંચ લાંચ લેતા ઝડપાયા હતા. તેમને પાલનપુર એસીબી ટીમે 35 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
જે તલાટી લાંચ લેતા ઝડપાયા તેનુ નામ મુકેશ ગઢવી છે અને તેમણે મકાન બાંધકામની સનદ લેવા માટે લાંચ માંગી હતી, એમ એસીબીએ જણાવ્યું હતું.




