અરવલ્લીમાં વન વિસ્તાર હોવાથી અનેક વન્ય જીવો પણ વિચરતા હોય છે. આવુ જ એક વન્ય પ્રાણી જીવ અજગરમહારાજ ફસાયા ત્યારે જીવદયાપ્રેમી દ્વારા તેમને બચાવવામાં આવ્યાં હતા.
વિગતે જોઇએ તો, મેઘરજના છીકારી ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં મહુડાના થડમાં ફસાયેલ મહાકાય અજગરમહારાજ ઝડપાયો હતો.અંદાજે આઠ ફૂટ લંબાઈ ધરાવતા આ અજગરનું રેસ્કયૂ કરાયું હતું. એક જીવદાયાપ્રેમીને જ્યારે અજગર મહારાજની જાણ થઇ ત્યારે તેઓ તરત આવ્યાં અને તેમના દ્વારા અરજગરને બહાર કાઢીને જંગલમાં સુરક્ષિત રીતે મુકત કરાયો હતો.




