સાબરકાંઠા જીલ્લા ફેર પ્રાઈઝ શોપના સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપીને કમિશનમાં વધારો કરી આપવા રજુઆત કરી હતી. નોંધનીય છે કે સાબરકાંઠા જેવા ગરીબ અને પછાત જિલ્લામાં રેશનિંગની દુકાન ગરીબો માટે એક આધાર છે. અને જો એ જ બંધ રહે તો કેટલાય ગરીબોને પારાવાર સહન કરવુ પડે તેમ છે. સરકારે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઇએ એવી એક લાગણી જોવા મળી રહી છે.
વિગતે જોઇએ તો,. સાબરકાંઠા જીલ્લા ના ૮ તાલુકા મથકે ફેર પ્રાઈઝ શોપના પ્રમુખોએ તમામ જગ્યાએ આવેદન પત્ર આપ્યુ હતુ..સંચાલકો દ્રારા કમિશન અને ઘટ સહિતની ૧૯ જેટલી માંગણીઓને લઈને આવેદન પત્ર આપ્યુ હતુ. તો હિંમતનગર ખાતે તાલુકાના દુકાન સંચાલકો દ્રારા અને જિલ્લાના પ્રમુખો દ્રારા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી…
આમ તો હાલ ૧૯ જેટલી માંગણીઓને લઈને આવેદન પત્ર આપ્યુ હતુ તો ૨ જી ઓક્ટોબર થી જીલ્લાની તમામ ફેર પ્રાઈઝ શોપ ના સંચાલકો પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી…




