વિધાનસભા ચૂંટણીઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાજકીય પક્ષો રમતગમતને પણ પ્રોત્સાહન આપી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકોના મતવિસ્તારમાં રન ફોર ડેવલોપમેન્ટ દોડ યોજાઈ હતી. જેમાં હિંમતનગર,પ્રાંતિજ,ઇડર અને ખેડબ્રહ્મા વિધાનસભામાં દોડ યોજાઈ હતી.
જિલ્લા મથક હિંમતનગરમાં રેલવે સ્ટેશનથી કેનાલ ફ્રન્ટ સુધી દોડ યોજાઈ હતી. ભાજપ યુવા મોરચા દ્વારા યોજયેલ દોડમાં અનેક યુવાનો-દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર ડેવલોપમેન્ટ દોડને લીલી ઝંડી આપી પ્રારંભ કરાયો હતો. અને દોડમાં પ્રથમ,બીજો અને ત્રીજા નંબરને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.




