બિજુડા ગેંગનો મુખ્ય સૂત્રધાર સાબરકાંઠા પોલીસના સકંજામાં.., 26 ગુનાઓ ઉકેલાયા..
બિજુડા ગેંગનો મુખ્ય સૂત્રધાર સાબરકાંઠા પોલીસના સકંજામાં.., 26 ગુનાઓ ઉકેલાયા..
સાબરકાંઠા પોલીસને એક સફળતા મળી છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં લુંટ, ચોરી, ધાડ, ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધારને સાબરકાંઠા પોલીસે ઝડપ્યો છે.આ બિજુડા ગેંગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ ગાંધીનગર જિલ્લાના ૨૬ ગુન્હાઓ ઉકેલાયા છે. .
પોલીસે કુલ૨,૫૬,૬૯૦ ના મુદ્દામાલ સાથે મુખ્ય સુત્રધાર સહિત એક કિશોર પણ ઝડપાયો છે. જ્યારે અન્ય ૫ લોકોને ઝડપવાના બાકી. હોવાનું જાણવા મળે છે.
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ૨૬ ગુન્હાઓને અંજામ આપી લુંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના ચાંદીના દાગીના મોબાઈલ અને મોટર સાઈકલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી જેને લઈને પોલીસ વડા ની સુચના ના આધારે એલ સી બી અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્રારા આરોપીઓ ઝડપવામાં સફળતા મળી છે…
આ આરોપીઓ રાત્રીના સમયે ચોરી ની બાઈક સાથે નિકળી પડતા હતા અને એકલ દોકલ બાઈક ચાલક ને નિશાન બનાવીને લુંટ કરતા હતા રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના ચોરતા હતા… આરોપી રામલાલ મણાત અસંખ્ય ચોરી તથા લુંટ મા ગુનેહાઓમાં પકડેલ છે તથા ભગવાન ઢુહા, વિનોદ મનાત, ગણેશ ઢુહા, જીતેન્દ્ર ઉર્ફે લાલો તથા પપ્પુ ઢુહા લુંટ ઘરફોડ ચોરી ના ગુન્હામાં પકડવાના બાકી છે…આ આરોપીઓ ઝનુની અને રીઢા સ્વભાગના છે જેમને સાબરકાંઠા જીલ્લા માં ૯, મહેસાણા જીલ્લા ના ૧, ગાંધીનગર જિલ્લાના ૬ સહિત અન્ય ગણાબધા જિલ્લાના ગુન્હાઓ કબુલ કર્યા છે…
એલ સી બી એ ઝડપેલ બે આરોપીઓ પાસેથી ત્રણ બાઈક, બે મોબાઈલ, સોનાની ૧ ચેન, ૨ વીંટી, ૧ ચુની, ચાંદીના ૧ છડાની જોડ, ડેલ નુ લેપટોપ, સહિત ૨, ૫૬, ૬૯૦ નો મુદ્દામાલ ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યા છે ત્યારે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરતા તો અન્ય ૫ આરોપીઓના નામ ખુલ્યા છે જે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો આ ઉપરાંત અન્ય ગુન્હાઓ પણ ઉકેલાય તેવી શક્યતાઓ છે




