ગુજસીટોક-હત્યા વગેરે.નો ખતરનાક આરોપી મસ્ત રીતે ભાગ્યો, પીએસઆઇ-પો.કો. સસ્પેન્ડ
અરવલ્લીમાંથી એક ખતરનાક અને કુખ્યાત આરોપી પોલાસના કડક જાપ્તામાંથી ફરાર થવાની ઘટનાએ અરવલ્લી પોલીસનું નાક વાઢી નાંખ્યુ હતું. કેમ કે આ આરોપી સંગઠિત ગુનાખોરીના કાયદા ગુજસીટોકનો આરોપી હતો. બનાવની ગંભીરતા જોતાં અરવલ્લી એસપીએ બેદરકારી બદલ એક પીએસઆઈ,૩ કોન્સ્ટેબલ મળી 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં અને ખાસ કરીને આવા જાપ્તામાં ગુનેગારોને તમામ પ્રકારની સુખ સુવિધા પૂરી પાડનારા પોલીસકર્મીઓમાં ભય ફેલાઇ ગયું હશે. કેમ કે આવા કિસ્સામાં માત્રને માત્ર પૈસા બોલતા હૈ..!
વિગતે જોઇએ તો, પેરોલ પરથી ભાગનાર આરોપી સૂકો ડુંડને પકડવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આખી પોલીસ ફોજ કામે લાગી હોય તેમ LCB,SOG,પેરોલફ્લોની ત્રણ ટિમો કામ લાગી છે. આરોપી પાસેથી માલ અને મલાઇ પીએસઆઇ અને 3 પૌલીસકર્મીઓ ખાધી અને દોડવાનું ભાગે આવ્યું છે LCB,SOG,પેરોલફ્લોની ત્રણ ટિમોના ભાગમાં…!
પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી પર હત્યા,ગુજસીટૉકની કલમોના કેસો નોંધાયેલા છે. જેને અત્યંત ગંભીર માનવામાં આવે છે આ માથાભારે અને જાપ્તાવાળા પોલીસની સાથે રહીને ફરાખ થનાર આરોપી ભીલોડાના ડોડીસરામાંથી જામીનના જાપ્તામાંથી ફરાર થયો હતો. આરોપી સૂકો ડુંડ અને મદદગારી કરનાર સમીર ડુંડ સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આટલા ખતરનાક આરોપીને પોતાના જાપતામાંથી જવા દેનાર કે બેદરકાર રહેનાર પોલીસકર્મીઓની સામે કડક પગલા લેવાવા જોઇએ. અને આવા ખૂંખાર આરોપીને ભગાડવા બદલ જાપ્તાવાળાઓએ કેટલા લીધા તેની તપાસ કરવી જોઇએ. કેમ કે આરોપી કાંઇ જાપ્તાવાળા પોલીસનો કોઇ સગો નથી. આ રીતે જો ખૂંખાર આરોપીઓ જાપ્તાવઆલાઓને ફોડીને ફરા થઇ જશે તો તેનાથી પોલીસના મનોબળ પર અસર પડી શકે તેમ છે. કેમ કે પ્રમાણિક પોલીસ તો એમ જ વિચારશે કે અમે જાનના જોખમે આરોપીઓને પકડીએ છીએ અને ચંદ ચાંદી કે સિક્કો કે લિયે અપના જમીર બેચ દેનેવાલે પોલીસ સે હી પૂરા ડિપાર્ટમેન્ટ બદના છે….1!




