આ કર્મીઓની માંગણીનો સુખદ ઉકેલ લાવો, આપણી જ બહેનો છે….પારકી નથી..
આ કર્મીઓની માંગણીનો સુખદ ઉકેલ લાવો, આપણી જ બહેનો છે....પારકી નથી..
આશા વર્કર અને ફેસીલીટરની લઘુતમ વેતનની માગણી સરકારે ન સ્વીકારતા આજથી તેઓ અચોક્કસ મુદતની હડતાલે છે. જો કે સરકારે કેટલાક સંગઠનોના પ્રશ્નો ઉકેલ્યા છે, કમિટિઓની રચના કરી છે તેમ આ કર્મીઓ માટે પણ સુખદ ઉકેલ લાવવો જોઇએ એવી એક લાગણી પ્રવર્તી રહી છે.
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ફરજ બજાવતી આશા વર્કર અને ફેસીલીટર બહોનોની લઘુત્તમ વેતનની માંગણી સરકારે સ્વીકારી નથી… જેને લઈને આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે મહિલા શક્તિ સેનાના નેજા તળે આ મહિલા એકઠી થઈ હતી અને આજથી અચોક્કસ મુદતની હડતાલનની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટના રોજ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી સાથે વિભાગે વાટાઘાટો કરવા છતાં ઇન્સેન્ટીવ બંધ કરી રાજ્યની તમામ આશા વર્કર અને ફેસિલીટર બહેનોને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવાની માંગ કરાઈ હતી.. જો કે આ માંગ સરકારે ન સ્વીકારતા આજથી કાર્યકરો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી હતી..




