આપણાં દેશના બંધારણમાં વિવિધ સમાજ કોમો માટે અધિકારો આપવામાં આવ્યાં છે. જો કે તેમાંથખી ઘણી જોગવાઇનો અમલ થતો નથી. કારણો જે કોઇ પણ હોય પરંતુ બંધારણની 5મી અનુસૂચિનો અમલ કરાવવા આદિવાસી સમાજે માંગણી કરી છે.
વિગતે જોઇએ તો, અરવલ્લી જિલ્લા આદિવાસી ગરાસિયા મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમણે મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપીને ભારતના સંવિધાનની 5મી અનુસૂચિનો અમલ કરાવવાની માગ કરી છે અને તેમનુ ધ્યાન દોર્યુ છે. આગેવાનોએ ટ્રાયબલ એડવાયઝરીની પણ નિયમો પ્રમાણે નિમણૂક કરવા માગ કરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો મામલતદાર કચેરી એકઠા થયા હતા અને પોતાની લાગણી રજૂ કરી હતી.




