राष्ट्रीयઅરવલ્લી

પરિવારજનોની માંગ-યુવકની હત્યા થઇ છે, 302 દાખલ કરો નહીંતર આંદોલન..

રિપોર્ટર:જયદીપ ભાટીયા….

અરવલ્લી જિલ્લાના ચીથરીયા ગામે એક યુવકની મળી આવેલી લાશના મામલે પરિવારજનોએ મૃતકની હત્યા થઇ હોવાનો દાવો કરીને પોલીસમાં રજૂઆત કરી છે.

નોંધનીય છે કે મેઘરજ ચીથરીયા ગામે સાત દિવસ અગાઉ મૃતદેહ મળ્યો હતો હતો. તપાસમાં એવુ ખુલ્યું હતું કે  આ મૃતદેહ વિઠ્ઠલ બચુભાઈ મનાત નામના યુવકનું છે. જો કે લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી કેમ કે પરિવારજનોનો એવો દાવો છે કે તેનું મોત નીપજાવી લાશને વૃક્ષ નીચે સંતાડી દેવામાં આવી હતી. પરિવારજનોએ આપેલા આવેદનપત્રમાં આ દાવો કરાયો હતો.

યુવકના શંકાસ્પદ મૃતદેહ મામલે મૃતકના પરિવારજનો અને આદિવાસી સમાજના લોકો દ્વારા મેઘરજ પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું તે અગાઉ મેઘરજ મામલતદારને હત્યાના આરોપીઓ સામે હત્યાની કલમ દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાનું જણાવીને આરોપીઓ સામે ઇપીકો કલમ 302 દાખલ કરવા માંગ કરી છે. મોટી સંખ્યામાં લોકો આવેદન આપવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, 7 દિવસ અગાઉ નવાગામ ગામના યુવક ની  લાશ મળી હતી. પરિવારજનોએ શંકાસ્પદ 3 ઈસમોના નામનો આવેદનપત્રમા ઉલ્લેખ કર્યો છે. અને ન્યાય ન મળેતો ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

Related Articles

Back to top button