गुजरातराष्ट्रीय

આંદોલનકારી બહેનોએ મુલાકાતી આગેવાનો કર્યા વખાણ અને માન્યો આભાર..

આંદોલનકારી બહેનોએ મુલાકાતી આગેવાનો કર્યા વખાણ અને માન્યો આભાર..

તારીખ ૧૩/૯/૨૦૨૨ ને મંગળવારે ગાંધીનગર ખાતે જે ૨૦૧૮માં એલ,આર,ડી,ની ભરતી હતી તેમાં ૨૦ ટકા વેઇટીગ લીસ્ટવાળા જે બહેનો ઉમેદવાર ૧૧૧૨ અને પુરુષ ઉમેદવારો ૧૩૨૦ હતા , જેમાં આજ સુધી ૨૦ ટકા વેઇટીગ લીસ્ટ પ્રમાણે ઓર્ડર મળ્યા નથી પણ માત્ર મહિલા ૧૦૧ અને પુરુષ ૧૨૦ ને ઓર્ડર આપવામાં આવ્યા હોવાની જાણ મહીલા ઉમેદવારો ને થતાં ગાંધીનગર ખાતે ૨૦ ટકા વેઇટીગ લીસ્ટ વાળા ને ઓર્ડર આપવાની માંગ સાથે જે મહિલાઓ આંદોલન કરી રહ્યા છે.

 તે જાણ થતાં કલ હમારા યુવા સંગઠનના  રાષ્ટ્રીય પ્રભારી ભરતભાઈ બાંભણિયા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી રમેશ ભાઈ જેઠવા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના સ્ટુડન્ટ યુનિયન પ્રમુખ જયરાજભાઈ મકવાણા, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના ગુજરાત મહામંત્રી જેન્તીભાઇ બારૈયા, કલ હમારા યુવા સંગઠનના ભાવનગર તાલુકાના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, કલ હમારા યુવા સંગઠનના સંજયભાઈ જેઠવાએ આંદોલનની મહિલાઓની મુલાકાત લીધી હતી.

 ધરમશીભાઈ ધાપા સાહેબે મહીલાઓ ને ખાતરી આપી કે કલ હમારા યુવા સંગઠન, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન,અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતમાં તમારી સાથે છે , આંદોલનમાં બેઠેલ દરેક બહેનોએ તેના જવાબમાં  કીધું કે ગુજરાતમાં અમારી મુલાકાત અને આંદોલનનામાં  જો કોઈ સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યું હોય તો એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, કલ હમારા યુવા સંગઠન અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના હોદેદારો જ આવ્યા છે, જો કે કાયદો  વ્યાવસ્થાના ભાગરૂપે બહેનોની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં અવસર વિત્યે સાંજે છોડી દેવામાં આવી હતી.

Related Articles

Back to top button