राष्ट्रीयઅરવલ્લી

શ્રીવલ્લી અરવલ્લીમાં ઉલટી ગંગાઃ ભાજપના 150 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા…!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા-અરવલ્લી...

હમણાં જ ગોવામાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમા જોડાયા. તે અગાઉ કેટલાય ધારાસભ્યો અને આગેવાનો કોંગ્રેસમાં  બધુ બરાબર ચાલતું નથી એમ કહીને ભાજપ તરફ ડગ માંડ્યા હતા. જો કે અરવલ્લીમાં ઉલ્ટી ગંગા  જેવુ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં નહીં પણ ભાજપમાંથી કોંગ્રેસમાં 150 કરતાં વધુ કાર્યકરો જોડાતા જિલ્લામાં નવા રાજકીય સમીકરણો જોવા મળે તેમ છે.

અરવલ્લી મેઘરજ ખાતે કોંગ્રેસ ઓબીસીની બેઠકમાં ભાજપમાં ગાબડું પડ્યું હોય તેમ ભાજપના 150 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.

વિગતે જોઇએ તો, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના પુત્ર નૈમેશ ઠાકોરની અધ્યક્ષતામાં  બેઠક યોજાઇ હતી. મેઘરજ કોગ્રેસ પ્રમુખ માનસિંહભાઈ ડામોર , રામસિંગભાઈ મેઘરજ કોગ્રેસ ઓબીસી પ્રમુખ સહીત કાર્યકરો રહ્યા હાજર રહ્યાં હતા.ઓબીસી બેઠક માં એક સાથે ભાજપ ના 150 કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.

Related Articles

Back to top button