UNCATEGORIZED

તળાવમાં પડેલા ઢોરોને બહાર કાઢવા જતાં પશુપાલક યુવકનું લપસી જતાં મોત..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

ગાંધીનગર જિલ્લાના મોટા ઇસનપુરનો 15 વર્ષનો યુવાન ભેંસો ચરાવવા જતા તળાવમાં પગ લપસી પડતા તેનું કમકમાટી ભર્યું મોત થવા પામતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી.

ગાંધીનગર જિલ્લાના મોટા ઇસનપુર ગામે રહેતો દેવરાજ કિશોરસિંહ રાઠોડ ઉમર 15 વર્ષ પોતાના ઘરેથી ભેંસો ચરાવવા માટે ગયો હતો અને ખારી નદીમાં ભેસો પાણીમાં ઉતરી હતી ત્યારે આ યુવાન ભેસોને બહાર કાઢવા માટે અંદર ઉતરતા અચાનક તેનો પગ લપસી પડતા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.

ત્યારે આજુબાજુમાં ત્યારે ગામના ત્રણેક વ્યક્તિઓએ વ્યક્તિઓએ તેને પડતો જોતો ઘટના સ્થળે દોડતા આવી જઈને નદીમાં ઉતરીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પરંતુ તે બહાર નીકળતા બેભાન અવસ્થામાં હોવાથી તેને તાત્કાલિક બાઈક ઉપર સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં દાખલ કરતા સ્થાનિક ડોક્ટરે એને મૃત જાહેર કર્યો હતો અને સ્થાનિક પોલીસ ગાંધીનગર સિવિલ જઈને લાશનું પીએમ કર્યું હતું.

આ બનાવની જાણ ઘરના પરિવારને થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી અને ગામમાં પણ આ બનાવવાની જાણ થતા ભારે અરેરાટી જવા પામી હતી

Related Articles

Back to top button