ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. દરમ્યાન વિવિધ સંગઠનઓ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ભાજપ-કોંગ્રેસ-આપ પાર્ટીની સાથે હવે નવી પાર્ટી અર્બુદા સેનાએ પણ ઝુકાવ્યું છે.
અરવલ્લીના મોડાસા ખાતે અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયુ હતું. જેમાં અર્બુદા સેનાના અધ્યક્ષ અને પૂર્વ હોમ મિનિસ્ટર વિપુલ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા.
મોડાસા ખાતે અર્બુદા સેના કાર્યાલયનું વિપુલ ચૌધરીએ ઉદ્દઘાટન કર્યું હતું. વિપુલ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી અને અમુલ ફેડરેશનના પૂર્વ ચેરમેન પણ છે તેથી ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં તેઓ વગ ધરાવતા હોવાનું મનાય છે.
દરમ્યાનમાં મેઘરજ રોડ પરના સ્વામિનારાયણ મંદિર ખાતે સંમેલન યોજવાની જાહેરાત કરી અને સંમેલન પહેલા અર્બુદા સેના દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.




