गुजरातराष्ट्रीय

મીની અંબાજી ગિયોડમાં પણ ભક્તોનો મેળો લાગ્યો..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ

ગાંધીનગર જિલ્લાના મીની અંબાજી ગણાતા ગીયોડ ખાતે આજે ભાદરવી સુદ પૂનમના દિવસે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના મીની અંબાજી ગણાતા ગીયોડ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરે ભાદરવી સુદ પૂનમના દિવસે દૂર દૂરથી માય ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું શક્તિ અને ભક્તિનો ભાથું લઈને દૂર દૂરના જિલ્લાઓમાંથી અહીંયા માતાજીના દર્શન કરવા માટે અંબાજી માતાના મંદિરે મોટી લાઈન લાગે છે.

શ્રી અંબાજી માતાની પ્રતિષ્ઠા 1988 કરવામાં આવી હતી અને 1995 માં અંબાજી માતાજીના મંદિરે 51 કુંડી મહાયજ્ઞનું પણ ત્રણ દિવસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું 2004  નાંદોલ ગામના ભરતભાઈ સોની દ્વારા તેમજ બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે અને ધ્રજા રોહન કાર્યક્રમ  2021 સુધી સતત ચાલુ રહેવા પામ્યો છે.

આજે ભાદરવી સુદ પૂનમના દિવસે મીની અંબાજીના મંદિરે ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટી હોય તેમ દર્શનાથે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને દર વર્ષે આ માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે અને તેમના અને ભક્તોના સકલ મનોરથ પણ પૂર્ણ થતા હોવાની માહિતી સાપડી છે

Related Articles

Back to top button