એસટી બસ પરિવહન રાજ્યની કરોડરજિજુ સમાન છે. એસટીમા મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર એ છે કે આજે બીએસ સીક્સની ૨૫૧ બસોનું કરાયું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ એલએનજી બસોનું પણ લોકાર્પણ થયું હતું. તો તેની સાથે ત્રણ ડિઝલ બસને એલએનજીમા કન્વર્ટ કરવામાં આવી છે.
ગાંધીનગર એસટી ડેપો ખાતેથી વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજીત ૭૫ કરોડના ખર્ચે 251 બસો તૈયાર કરવામાં આવી છે. ૫૦૦ સુપર એકસ્પ્રેસ પૈકી તૈયાર થયેલી બસોનું થયુ લોકાર્પણ છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે ૧૦૦૦ બસો ની ખરીદી માટે310 ફાળવ્યા છે.




